ઘડી ઘડી તુજને મળી જગ લાગે વાલું વાલું રે..
તુજ નયનમાં ખુદને જોઈ હરખે ન સમાવું રે..
તુજ વેણુ સુણી સુણી મન મારું જાય મોહી રે..
તું હાથ ને જો પકડી રાખે તો મારી લાજ જાય વિસરી રે..
તારા ભાલ નું એ તિલક ટમ ટમ ટમકે રે..
મારા હાથ રોક્યા ન રોકાય તને અનુભવવાથી..
તુજ રાહ જોઉં ફરી ફરી જો તું ના આવે ટાણે રે..
નયન આશા ના મુકે, મારું હૃદય મુકે કંપારી રે..
હુંતો ન જાણું મીરાંની વેદના, ન જાણું હું રાધાના આંસુડાં,
હુંતો જાણું પ્રિતમ પ્રેમી રાધાને,ને પ્રેમે ઘેલી મીરાંને..
-.. શેષશૂન્ય...,