ચાલ ને આજે મારી સાથે બેસ ને તારી સાથે મારા દિલ ની વાત કરવી છે
રોજ સાંજે સવારે સાથે આવતા જતા તારો ચહેરો જોવાની આદત પડી ગઈ છે
છુપાઈ છુપાઈ ને વાત કરતા કરતા તારો અવાજ સાંભળવાની આદત પડી ગઈ છે
રોજ સવારે આંખ ખુલતાની સાથે તારા મોર્નિંગ મેસેજ ની આદત પડી ગઈ છે
સવારે ઉઠતા અને સાંજે સૂતા ની સાથે તારા વિશે વિચારવાની આદત પડી ગઈ છે
તારો ચહેરો જોવાની,તારો અવાજ સાંભળવાની, તારા મેસેજ ની અને તારા વિશે વિચારવાની
આદત થી લાગે છે મને તારી પણ આદત પડી ગઈ છે