ઓ! હૃદય તું આજે પણ કેમ રડે છે?
ભૂતકાળમાં કરેલી ભૂલો માટે ઓ! હૃદય તું આજે પણ કેમ રડે છે?
'જે થયું એ સારું થયું, જે થશે એ સારું જ થશે' આવું થતું હોત તો આજે બધું સારું કેમ નથી લાગતું?
જો આમ ના થયું હોત ને તેમ થયું હોત તો સારું, એવું કેમ થાય છે?
ઓ! હૃદય તું આજે પણ કેમ રડે છે?
મારાથી આ દુઃખ સહન નથી થતું. હું શું કરું?
બીજાએ કરેલા કામ માટે મને કેમ સજા મળે છે?
ઓ! હૃદય તું આજે પણ કેમ રડે છે?
-વૈશાલી પરમાર