*Part 2
(Maata Pita)
**આ દુનિયામાં અનેક ઘટનાઓ એવી ઘટે છે કે જેમાં માત્ર સપાટી ઉપર જોઈને નિર્ણય બાંધીએ તો એ ખોટો પડે છે એટલે વાતના ઉંડાણમાં ગયા વગર, તથ્યાતથ્યનો વિચાર કર્યા વગર કોઈ પણ પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન થઈ શકતું નથી. ક્યારેક આપણે કોઈના પણ વિષે નિર્ણય બાંધવામાં ઉતાવળ કરી નાખીએ છીએ.*
*કોઈ વાત પર મનદુખ થયુ હોય અથવા ઝગડો થયો હોય અને તમારી પ્રિય વ્યક્તિ માફી માંગી લે તો એમ ના માનશો કે એણે ગુનો કાબુલી લીધો છે. એની જ ભૂલ હતી. શક્ય છે કે તે વ્યક્તિ સંબંધ જાળવી રાખવાનું વધારે* *મહત્વપૂર્ણ સમજતી હોય*.
*કેન્ટીન કે હોટેલમાં કોઈ દોસ્ત બહુ આગ્રહપૂર્વક તમારા હાથમાંથી બીલ ઝૂંટવીને ચુકવણી કરી દે છે એનો અર્થ એ નથી કે એનું ગજવું નોટોથી ઠસોઠસ ભર્યુ છે. કદાચ પોતાના દોસ્ત પ્રત્યેના પ્રેમને એ વધુ મહત્વ આપે છે.*
*ક્યારેક કોઈ મિત્રના ઘરે અથવા ઓફિસે મળવા જાવ અને એ બીજી કોઈ વ્યસ્તતા અથવા ચિંતાને કારણે તમને એ દિવસે બહુ સમય ન આપી શકે તો ખોટું ન લગાડશો. શક્ય હોય તો બે એક દિવસ પછી એને ફોન કરી અને હળવાશથી પૂછી શકાય કે ભાઈ હું મળવા આવ્યો ત્યારે આપ કોઈ દોડધામમાં હતા. મારે લાયક કોઈ કામ હોય અથવા હું ખપમાં આવી શકું તેમ હોય તો બેધડક કહેજો ને! આ વાત કેટલી સારી લાગે.*
*કોઈપણ વ્યક્તિ માટે પ્રાથમિક માહિતી અથવા છાપ ઉપરથી ધારણા ન બાંધો. જજ બનીને હકીકતોમાં ઉંડા ઉતર્યા વગર કોઈ જજમેન્ટ ન આપી નાખો. સિક્કાની એક બીજી બાજુ પણ હોય છે એનો સ્વીકાર કરો અને કોઈપણ વ્યક્તિને જો દોષી જ ઠેરાવતા હો તો ખાસ સલાહ છે, “સો ગળણે ગાળીને પાણી પીવો*