૧ મે ૨૦૨૧,ગરવી ગુજરાત સ્થાપના દિવસ ની દરેક ને શૂભકામનાઓ🌹

રમણીય રસાળ, ધન્ય ધન્ય ગુજરાત.
નીલી, લીલી પાંખોની,
રૂડી નિરાળી વાત!

માત અમિ ઝરમર-ઝરમર,
ગાયતી રેવા મધુર-સ્વર, મર્મર.
પય પાન કરાવી સુખી કરે,
આપે સમૃદ્ધિ સોગાત.

કૃષ્ણ-વાંસળી સુર રેલાય,
નરસિંહ મીરાંના પદ ગવાય.
રાસ-ગરબાની રમઝટ મહાલે,
રઢિયાળી નોરતાની રાત.

અખો, શામળ, પ્રેમાનંદ,
ન્હાના, દલપત, દયાનંદ.
ધર્મ, સભ્યતા સંસ્કૃતિથી,
જ્યોતિર્મય પૂર્વ-પ્રભાત.

સોમનાથ, ગિરનાર ગરીમા,
મીઠાની ચપટીનો મહિમા.
કરાવી દર્શન પુરૂષાર્થના,
ધર્મ-ઇતિહાસ કરે સાક્ષાત.

મોઢેરાના શિલ્પ અનુપમ,
સ્થાપત્યમાં ગુર્જર ઉત્તમ.
વિશ્વની કળાઓમાં
અંકિત આગવી ભાત.

હિંદુ, મુસ્લિમ,શીખ,પારસી,
ગુજરાત ઐક્યની સ્વચ્છ આરસી.
સદ ભાવની રંગોળીના,
ચિત્રિત રંગો સાત.

ગાંધીજી, સરદાર, યાજ્ઞિક,
હર્ષિત, આપી ગુજરાત નિર્ભિક.
વિશ્વમાં વખણાય છે,
ગુણિયલ ગુર્જર જાત.

રમણીય,રસાળ, ધન્ય,ધન્ય ગુજરાત.
નીલી, લીલી પાંખોની,
રૂડી, નિરાળી વાત.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી.... ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત....
ખમીરવંતા ગુજરાતીઓ ને ગુજરાત સ્થાપના દિવસ ની દિલ થી હાર્દિક શુભકામના... મને ગૌરવ છે કે હું ગુજરાતી છું ....
જય જય ગરવી ગુજરાત

-મહેશ ઠાકર

Gujarati Good Morning by મહેશ ઠાકર : 111802777

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now