ધન્ય તું ધરા ગુજરાતી માત,
તારા કરી એ ખૂબ ગુણગાન,
મારી ગુણવંતી ખમીરવંતી માત,
ધન્ય તું ધરા ગુજરાતી માત.
અરબસાગર અભિષેક કરે ને,
બાવન ગજની ધજા ફરકે, ને,
રખવાળી કરે અંબે માત,
ધન્ય તું ધરા ગુજરાતી માત.
ગાંધી સુદામા ની જન્મભુમિ તું,
અડગ સરદાર ની અમર ભૂમિ,
પાવન કરે નર્મદા દિન રાત,
ધન્ય તું ધરા ગુજરાતી માત.
સોરઠ ની સંતવાણી તું ,
મેઘાણીની લોક સરવાણી તું,
નરસિંહની ભક્તિની ધારાઓમાં,
ઘર ઘર વહેતી વેદ વાણી તું,
ધન્ય તું ધરા ગુજરાતી માત,
ગિરિકંદરાઓ ની ગુફાઓમાં,
જોગંદરની દહાડો માં ગુંજે તું,
અલખની આરાધનામાં,
ધન્ય તું ધરા ગુજરાતી માત.
લોકોના ખાનપાનમાં,
જીવનના રંગ રાગમાં,
ઉત્સવોના અનેરા ઉમંગ માં,
વેપાર અને ધર્મધ્યાનમાં,
જલારામ ના ઓટલે ઓળખાણી ,
ધન્ય તું ધરા ગુજરાતી માત,
વંદન તુજને વારંવાર.
✍️...© drdhbhatt...