ગુજરાતનું ગીત
ગુજરાત મારી આન બાન શાન છે,
લેવો જન્મ ગુજરાતમાં બહુમાન છે….. ગુજરાત… .
કોયલ કૂંજમાં કૂંજે એવી બોલી આ,
રસગાથા યશગાથા તણી પહેચાન છે… ગુજરાત…
નમ્રતાની દ્યોતક અહીં નદીઓ વહેતી.
ઊભો છે અડીખમ ઊંચો ગિરનાર છે.... ગુજરાત….
તહેવારે મન મહેરામણ ઉભરાય જ્યાં,
મેળામાં હૈયે છલકતો મલ્હાર છે... ગુજરાત.....
વેપાર ધંધો બુધ્ધિથી વિકસાવી જાણે
જગ આખામાં એનો તો અણસાર છે. ગુજરાત...
સ્વમાન કાજે માથું તો ઉતારે 'ઊર્મિ'
શસ્ત્ર સજ્જ થયો ઘોડલે અસવાર છે...ગુજરાત…
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'.