અમે જતાં ને ..
*આવજો* કહીએ,
અમે ખારાં ને ..
*મીઠું* કહીએ,
" *તારી ભલી થાય* "
એમ કહી ને અમે ગુસ્સામાં પણ
ભલું ઇચ્છીએ,
*"ફરી મળીએ"* કહી ને છુટ્ટા પડતી વખતે પણ ફરી મળવાની આશા જગાવીએ,
*"ભલા માણહ"* કહી ને અમે અણગમો બતાવીએ પણ કહી એ તો
"ભલો" જ,
*"બહુ ડાહ્યો"* એમ કહી ને અમે મહેણું મારીએ પણ કહીએ તો “ડાહ્યો" જ,
*"ખરો છે બાકી તું"* એમ કહી ને અમે
ખોટાં ને પણ ખરો સંબોધીએ,
આવી *"માં"* સમાન મીઠડી મારી ગુજરાતી ભાષા પર મને ગર્વ છે.
આ માત્ર ભાષા નથી ,
મારી *માતૃભાષા* છે.
મને *ગુજરાતી* હોવાનું ગર્વ છે.
🌸🌸🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳