Gujarati Quote in Poem by Monty Singh Babriya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

✍️ *monty_ni_vato* ✍️

આજે મારી માતૃભૂમિ એવી *માં ગુજરાત* ના *૬૩ માં સ્થાપના દિને* મારા તરફ થી થોડી શબ્દોરૂપી લાગણી રજૂ કરું છું...!

જો *ગમે તો લાઈક અને શેર જરૂર કરજો* 👍



*હા, આ મારું ગુજરાત છે....*

*જ્યાં ઉમંગે ઝૂમતી પ્રજા..*

*અને દ્વારિકા માં બેઠો "જગત નો નાથ" છે...*

*ગગન ને પણ ચૂમે એવો પર્વત ને સંતોનું સરનામું...*

*એવો મારો ⛰️"ગરવો ગઢ ગિરનાર" છે..*⛰️

*અહીંયા હરિયાળી છે અત્ર, તત્ર અને સર્વત્ર...*

*બાર જ્યોતિર્લિંગ માં પ્રથમ એવા મારા "દાદા સોમનાથ" છે...*

*આખા જગત ને જેણે અહિંસા ના પાઠ ભણાવ્યા...*

*આ એજ "અહિંસા ના પૂજારી" નું નિવાસ છે...*

*કોક દિ ભગવાન પણ ભૂલો પડે તો..*

*સ્વર્ગ પણ ભૂલી જાય..*

*એવી મહેમાનગતિ અને શુરતા ની ભુમી...*

*એ "મારું સૌરાષ્ટ્ર" છે...*

*અહીંયા સર્વ ધર્મ સાથે છે અનેક વિવિધતા...*

*ના કોઈ હિંદુ, મુસ્લિમ.. ના શીખ, ઈસાઈ..*

*"માનવતા" જ બધા ની પહેલી ને છેલ્લી જાત છે..*

*ગીર માં વસતા 🦁 "વન સમ્રાટ" 🦁*

*એ.. આખી દુનિયામાં...*

*અમારી વીરતા નો "પૂરતો ક્યાસ" છે...*👑

*ખળ ખળ વહેતી રેવા, સાબરમતી, મહીસાગર અને વેત્રવતી (વાત્રક)*

*એ એક "બહુમૂલ્ય જીવન" નો બંધ બેસતો પ્રાસ છે..!*

*આખી દુનિયામાં પણ જેનો ડંકો વાગે...*

*એવો વેપાર અમારી શૈલી માં..*

*એનું જાગતું ઉદા. રાજકોટ, સુરત ને અમદાવાદ છે..*

*આથી વિશેષ "ચંદર" લખે શું તારા માટે..?*

*મારી માત "ગુર્જરભૂમી"..!*

*તારા ખોળા માં મને મળ્યો જનમ..*

*અને છેલ્લે આ આયખું પણ,*

*ખપશે "તારી જ ધૂળ માં.."*

*ધન્ય ધન્ય.. મારું ગુજરાત છે...!*

*ધન્ય ધન્ય.. મારું ગુજરાત છે.....!*


🙏"સૌ *ગરવા ગુજરાતીઓ* ને સાદર સમર્પિત" 🙏

Gujarati Poem by Monty Singh Babriya : 111802642
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now