જિંદગીની સફર છે તો ખાસ ધ્યાન રાખજો.
આવે બંપ્પર તો ચાલ તમારી ધીમી રાખજો.
સાઇડ સિગ્નલ જોઈ સમજીને જ ચાલજો,
અજાણી ગલીઓ ને રસ્તાનું માન રાખજો.
અનેક સિગ્નલો અને અવનવા રસ્તા મળશે,
તમારા ધ્યેય , ગોલ નું ખાસ ધ્યાન રાખજો.
જિબ્રા ક્રોસિગ પણ અઘરું છે પસાર કરવું!
ફોર ને સીક્સ ટ્રેક છે અનિલ ધ્યાન રાખજો.
અનિલ ભટ્ટ