એક વાર મળજે દોસ્ત તું નિરાંત સાથે,
વાત કરશું મિત્રતાની, ચૂસકી ચાય સાથે.
વિતેલો વખત સાથે વાગોળશું આપણે,
નાના એક વાર ફરી થઈ જાશું આપણે.
પાદરો ખૂંદશું, ખેતર સેઢે દોડશું મોજથી,
ગામ આખું ગૂંજતું ભાઈબંધોની ફોજથી.
કાચી કેરી તો એક ઘાએ આપણે પાડતાં,
સાઈકલ સ્કૂટરથી ફળિયાં શેરીમાં ફરતાં.
તારી એ હરેક સાંજ ઢળતી મારી સાથે,
મારી તો આંખ પણ ખૂલતી તારી સાથે.
ભવ્ય બાળપણની ભવ્ય યાદોમાં જીવશું,
'ઊર્મિ'ની પળોને કાયમ ખીસ્સામાં ભરશું.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'