એક દીકરી પણ એનાં માતા-પિતા, પરિવાર માટે બોજ બની જાય છે, જ્યારે એનાં એક ચોક્કસ ઉંમર સુધીમાં લગન નથી થતાં.
લગન થઈ જાય એટલે પરિવાર બોજમુક્ત.
સાસરીમાં જ દિકરી શોભે પછી ભલે ખુશ રહે કે દુખી!
ફરી વખત કોઈક કારણસર દિકરી ઘરે પરત આવે.
કારણ દીકરીનું છૂટાંછેડા, વિધવા થવું કે બીજું કાંઈક હોય એટલે ફરી વખત એ બોજ બની જાય..
ફરી લગન માટે અનિચ્છાએ દબાણ. દબાણ પછી પરિવાર તરફથી ન હોય તો પણ સમાજ તરફથી તો હોય જ છે.. લગન પહેલાં દરેક જગ્યાની રોનક એવી દિકરી બસ પોતાનાં ઘરમાં જ બોજ બની જાય છે, ક્યાં તો સમાજ દ્વારા બનાવી દેવામાં આવે છે..
કેમ આવી વ્યવસ્થા??? કેમ????