આજનો માનવી ધીમે ધીમે રોબોટ જેવો બની ગયો છે,
દિવસ રાત જોયા વગર પૈસાની પાછળ ભાગી રહ્યો છે...
દયા, પ્રેમ અને લાગણીની ને જાણે એકદમ જ ભૂલી ગયો,
દેખાદેખીમાં તો જાણે એક યંત્રની જેમ કામ કરી રહ્યો છે...
કામમાં તો ભૂખ તરસનું પણ અમુક વાર ભાન ન રહે,
અન્યના ઈશારે પોતાની જિંદગીને દાવ પર લગાવી રહ્યો છે...
બટન ચાલુ કરે એમ આ કામ થઈ જવું જોઈએ એવું વિચારે,
કોઈની મજબૂરી નહીં સમજે ને કઠપૂતળીની જેમ નચાવી રહ્યો છે....
માણસ જ રોબોટ જેવું વર્તન કરે છે કોઇની ભાવના નહીં સમજે,
ટેકનોલોજીના ઝડપી દુનિયામાં સારા નરસાનુ ભાન ભૂલી ગયો છે...
આગળ જતાં આપણા દેશનું શું ભવિષ્ય હશે એની કંઈ ખબર નથી,
માણસ પણ રોબોટ જેવી જ અલગ દુનિયા વસાવી રહ્યો છે...
-Bhargav Jagad