Gujarati Quote in Motivational by Nirmit Thakkar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છોડી મા નું ઘર, મંદિર જવાનું ના ફાવે
દઈ ગાળો એને,સાધુ થવાનું ના ફાવે

સત્તા,સાથી અને શોહરત મળે ના મળે
ચુંટણી આવે ત્યારે જ જનેઉ પહેરવાનું ના ફાવે

હોય શકે મહત્વાકાંક્ષાઓ વધુ,ખુદની ઔકાત કરતા
પણ એવા સત્તાલોભી સિકંદરોને,સંતોષવાનું ના ફાવે

છું મદમસ્ત હાથી, વધતો રહુ છું આગળ
પાછળ ભસતા કુતરા સાથે નાહક ઉલજવું ના ફાવે

જો લડવું જ હોય તો આવ લડી લઈએ કુરુક્ષેત્રમાં
આમ પાછળથી કરી ઘા,અશ્વસ્થામા થવાનું ના ફાવે

- નિર્મિત ઠક્કર

Gujarati Motivational by Nirmit Thakkar : 111799638
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now