હું ક્યાં કહું છું!
હું ક્યાં કહું છું! પ્રણયમાં આપણી" હા" હોવી જોઈએ,બસ જીવવી જિંદગી પ્રિયે તમારી બાહોમાં ફક્ત થોડીક ક્ષણોની મુલાકાત હોવી જોઈએ.
હું ક્યાં કહું છું! પ્રિયે તમારા દિલમાં મારી થોડીક જગ્યા હોવી જોઈએ ,બસ તમારી સાથે થોડીક ક્ષણોની મહેફિલ હોવી જોઈએ.
હું ક્યાં કહું છું !પ્રિયે તમારી સાથે એક મારી તસવીર હોવી જોઈએ, બસ થોડીક પ્રેમભરી મિલનની યાદો મારી સાથે હોવી જોઈએ.
હું ક્યાં કહું છું ! પ્રિયે તમારી સાથે રંગીલી સાંજ હોવી જોઈએ, બસ થોડીક ક્ષણોની યાદો ભરેલી સોનેરી સાંજ હોવી જોઈએ.
હું ક્યાં કહું છું ! પ્રિયે તમે મારા પ્રીતમ બની સાથે હોવા જોઈએ, બસ થોડીક ક્ષણ માટે વરસતો પ્રેમ વરસાવતા હોવા જોઈએ.
હું ક્યાં કહુ છું! પ્રિયે મારે કોઈ ફરિયાદ હોવી જોઈએ, બસ સરિતાની સ્નેહભરી યાદોમાં હંમેશા હમસફર બની રહેવા જોઈએ.
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"