બા વગર હવે સુનુ સુનુ લાગશે ;
_______________________
મધ્ય રાત્રી એ મધ દરિયે નાવ ડૂબી, તે જીવન સાગર ને 80 વર્ષ નો સાથ હશે.
સુરેન્દ્રનગર થી વાયા સૂરત થઈ, અનંત ની યાત્રા સફર્ સ્વર્ગ સુધી જશે,
બા , તમારા શ્વાસ ની સુગંધ થી મહેકતું હતું અમારૂ હદય,એ ફોરમ હવે ક્યારે મળશે,
મમ્મી નો પાલવ છત્તા , બા ની ગોદડી વગર
એ મીઠી નીંદર હવે ક્યારે મળશે,
ભાણા માં ઘી ગોળ ના કોળિયા સાથે બા ની લાગણી ના ભાવ હવે કોણ પીરસસે,
કટાળો આવે ને બા પાસે દોડતા, એ ઘર મા હવે બા વગર સુનુ સુનુ લાગશે,
બા વગર હવે સુનુ સુનુ લાગશે.
જયવંતભાઈ બગડીયા / કવિરાજ