બા હવે ચાલ્યા ગયા પ્રભુ ને દરબાર,;
___________________________
ખોળા ના ખૂદનાર ના પણ ખોળા ના ખૂદનાર,
વ્હાલી હાર્દી તમારી , તમને બા પાડે છે સાદ,
બા પાછુ વળી જોતા પણ નથી અમારા આંસુ ઓ ની ધાર,
અમને મુકી ચાલ્યા ગયા પ્રભુ ને દરબાર.
કુમ કુમ પગલા સાથે હાથ મા મહેંદી મુકી જીનલ કરે છે ફરીયાદ,
આશિષ લેવા આવી છુ ને બા છોડી ગયા ઘરબાર,
રીષાય ગયા ? કે ગયા , આમંત્રણ આપવા પ્રભુ ને દરબાર.
વહુઓ બિચારી પુછ્યા કરે છે કે બા વગર કોને પુછશુ વ્યવહાર ?,
મારી હેલ ઉતારો રાજ કહી ,છોડી ચાલ્યા ગયા ભરથાર,
હવે એ કોને કહેશે એમના મન ના રાજ.
બા વગર હવે બધુ થઈ ગયુ સુનકાર,
તમારી ગોદડી મા રમનાર પુછે છે,
હાથ પકડી હવે કોણ હશે મંજીલ દેખાડનાર ?,
બા હવે ચાલ્યા ગયા , પ્રભુ ને દરબાર.
જયવંતભાઇ બગડીયા / કવિરાજ.