હરેક આંખ એક વાર્તા કહેતી અહીં,
હરેક ક્ષણ એક વાર્તા કહેતી અહીં.
લાગણીના દરિયો ક્યાંક ઉછળતો,
ક્યાંક કોરી વાણી વાર્તા કહેતી અહીં.
ક્યાંક સૂર સૂરાવલી સાંભળો રેલાય,
હર દિલની વિણા વાર્તા કહેતી અહીં.
ગવાતી,વંચાતી, જીવાતી,વહેતી વાર્તા,
હર જીવન કિતાબ વાર્તા કહેતી અહીં.
સાહિત્ય સાગરમાં હિલ્લોળતી વાર્તા,
'ઊર્મિ' વાર્તા પણ વાર્તા કહેતી અહીં.
'ઊર્મિ'
-Manjula Gajkandh