વાંક નસીબ નો આમ કાઢ્યા ના કર...
ઊંડે જા મોતીનો ઢગલો મળશે
દરિયા સામે આમ જોયા ના કર..
રોશની જરૂર આવશે પંથ અંજવાળવા
ડરીને અંધારે આમ થોભ્યા ના કર...
ઘણા કામ લઈને બેઠો છે એ
મંદિરે મંદિરે આમ કરગર્યા ના કર....
પ્રયત્ન કર સમય તારો જ છે
"એ બેખબર"
પહેલાથી જ આમાં હાર માન્યા ના કર....
--અજ્ઞાત