આ જિંદગી રૂપક નાટક માં
એક પાત્ર આપણું પણ હોય છે
પાત્ર ની પાત્રતા હંમેશા
સફળતા ને પાર કરવાની હોય છે
અનુભવ ને મિત્ર બનાવી
આગળ ચાલતું રહેવાનું હોય છે
નિરાશા થી નહીં પણ
આશા થી કામ કરવાનું હોય છે
ધીરજ રાખીને આપણે
મહેનત કરતું રહેવાનું હોય છે
આત્મવિશ્વાસ નો સાથ લઇ
ડર ને દૂર કરવાનો હોય છે
આ બધા ને સાથે લઇ ને
જિંદગી માં આગળ વધવાનું હોય છે
સફળતા આજે નહીં તો કાલે
પણ આવવાની જરૂર હોય છે
આમ જિંદગી રૂપક નાટક માં
પ્રયત્ન થી શરૂ અને સફળતાથી પૂરું થતું હોય છે
~હાર્દિક મેવાડા
-Mr h