અસંખ્ય લોકો સાથે મેળાપ થાય છે અહીં...
પણ જૂજ માણસો સાથે જ હળુ છું ભળુ છું...
લાગણી ક્યાંક જ પ્રસ્તુત કરું છું... બિંદુ અનુરાગ
પણ હા માનવતા દરેક જગ્યાએ નિભાવું છું
પરિસ્થિતિઓ સાથે તાલમેલ કરું છું...
પણ સંજોગો સામે ક્યારે નાસીપાસ થતી નથી
હરું છું, ફરું છું ,મોજ પણ કરું છું...
પણ સાથે સાથે મારા દ્વારકાધીશ નું સ્મરણ પણ કરું છું...
નથી પરવા કરતી ખોટા દંભ કે દેખાડાની
બસ હું તો મળ્યું છે જીવન તો સત્કર્મ કરું છું...
નથી અપેક્ષા રાખતી ફળની પણ
બસ હું તો માત્ર ને માત્ર મારું કર્મ જ કરું છું...
"તું" સાથે જ છો એવા અહેસાસ સાથે
જીવનની દરેક ક્ષણને પસાર કરું છું..."Anumay"
જય દ્વારકાધીશ 🙏🏻
03:09AM 13/04/22
-Bindu _Anurag