બધા કહે છે તું હવે મને કયારે પણ મળવાની નથી,
હું તો તારા આભાસમાં પણ તને મળી લઉં છું...
ઘણી દૂર ચાલી ગઈ છે તું મારાથી કે સ્પર્શ પણ કરી શકાતું નથી,
હું તો તારા આભાસમાં પણ સ્પર્શની અનુભૂતિ કરી લઉં છું....
તું મને એકલો મૂકીને જતી રહીને ઘણો સમય વિતી ગયો છે ,
હું તો તારા આભાસમાં પણ તારા સાથને મહેસુસ કરી લઉં છું....
તારી સાથે કરેલી છેલ્લી વાતો દિમાગમાં આજે પણ નીકડતી નથી,
હું તો તારા આભાસમાં પણ તારી સાથે દરરોજ વાત કરી લઉં છું...
બધા કહે છે તું તો હવે પાછી મારા જીવનમાં આવવાની નથી,
હું તો મારા છેલ્લા શ્વાસ સુધી તારા આવવાની રાહ જોવું છું...
હર એક સમયે તું સાથે હોય મારી સાથે એવા ભ્રમમાં રહું છું,
હું તો મારા સ્વપ્નકેરા આભાસમાં તને પ્રેમ કરી લઉં છું...
-Bhargav Jagad