સપનું ..... એ જ ને કે જે રાત ની મસ્ત મીઠી ઊંઘ માં આવે છે ! તમારા માટે હોઈ શકે છે પણ મારા માટે તો નથી જ . ખબર જ ન હતી કે જીંદગી શું છે શું કરવા આવ્યા છીએ , બસ બધાં લોકો જે તરફ જતાં હતાં એ તરફ અમે પણ જતાં રહ્યાં . પછી ખબર પડી કે યાર કાંઈક તો લોચો છે આ વાત માં , આ એ નથી જે હું કરવા માંગુ છું . આ એ મારું સપનું છે જ નહીં કે જેને હું વારંવાર પાપા ની ચારે બાજુ ફરીને કહેતો હતો . મમ્મી બીમાર પડે તો હું ડોક્ટર બની જતો . એ થાકી જાય તો એમનો ટેકો બન્ની જતો . મારું સપનું બસ એટલું જ હતું કે મારી મમ્મી ને એ બધી જ ખુશાલી આપુ જે એની હકદાર છે . જેમના માટે એને પોતાની જાત ને ઘસી નાખી . સપનું સાકાર થઈ રહ્યું છે મમ્મી નો એ નાનો ડોક્ટર આજે હકીકતમાં ડોક્ટર બનવાના પ્રથમ પગથિયે પહોંચી ગયો . અંદર ખુશીઓ કુદકાઓ મારી રહી છે . ખુશી એ વાત ની પણ છે કે હું મારું સપનું ભુલ્યો નહીં અને ના તો એમને ભુલ્વા દીધું કે જે મારા માટે પરીક્ષા ના સમયે મને રાતે મોડે સુધી મદદ કરી ને સવારે પાછી વહેલી ફરીથી તેમના કામમ માં વ્યસ્ત થઈ જતી . એ નિશ્વાર્થ વ્યક્તિ ને હંમેશા ખુશ રાખવી એ જ મારું સપનું છે .
-Patel Krishna