આ જીંદગી તો રમત રમી ગઈ
ને રેત બની હાથમાંથી સરી ગઈ
કદી ખુશીઓ વેરતી મન મૂકીને,
કદી વેદનાથી એ મન ભરી ગઈ.
કોઈ હસીને જીવી ગયું અમસ્તું જ,
કોઈની કિસ્મત પળમાં ફરી ગઈ.
ત્રસ્ત થઈ દુ:ખોથી તજે કો જીવન,
બાથ ભરો હિંમતે, ખુદ એ ડરી ગઈ.
હાર જીત છે બે પાસા જીવનના,
'ઊર્મિ' ખેલદિલીથી સાગર તરી ગઈ.
'ઊર્મિ'
-Manjula Gajkandh