Gujarati Quote in Funny by M. Soni

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણા પપ્પુ ભાઈ એક દિવસ ફાઇવસ્ટાર હોટલમાં ગયા..

વેઈટરે સ્વાગત કરીને પુછ્યું
તમને શું લેવું ગમશે? ફ્રેશ ફ્રૂટ જ્યૂસ, સોડા, કોકટેલ, મોકટેલ, ચોકલેટ મિલ્ક, મિલ્કશેક, માઇલો, ટી કે કોફી સર?

પપ્પુ : ટી

વેઈટર : શ્યોર સર, સિલોન ટી, હર્બલ ટી, ગ્રીન ટી, હની બૂશ ટી કે આઇસ ટી સર?

પપ્પુ : સિલોન ટી..

વેઈટર : સર દૂધ વાળી કે દૂધ વગરની?

પપ્પુ : દૂધ વાળી...

વેઈટર : ફાઈન સર, દૂધ ક્યુ? સાદુ દૂધ, ક્રીમ કે કન્ડેન્સડ્ મિલ્ક સર?

પપ્પુ : સાદુ...

પપ્પુ : શ્યોર સર, ચામાં તમને કયુ દૂધ ફાવશે ગાયનું, ભેંસનું કે બકરીનું?

પપ્પુ : ગાયનુ દૂધ...

વેઈટર : સર કઈ ગાયનું દૂધ ફાવશે? જર્સી, દેશી કે આફ્રિકન?

પપ્પુ : એક કામ કર ભાઈ તૂ દૂધ વગરની કાળી ચા લઈ આવ...

વેઈટર : ઓકે સર, બ્લેક ટી મા તમને સાકર ફાવશે કે સ્વિટનર કે પછી મધ ફાવશે?

પપ્પુ : સાકર વાળી લાવ મારા ભાઈ...

વેઇટર : શ્યોર સર, બિટ સાકર કે શેરડીની સાકર?

પપ્પુ : શેરડીની સાકર...

વેઈટર :ઓકે સર, સફેદ સાકર, બ્રાઉન સુગર કે યલો સુગર?

પપ્પુ : એક કામ કર ચા ગઈ તેલ લેવા... એક ગ્લાસ પાણી આપી દે એટલે તારો ઉપકાર...

વેઈટર : શ્યોર સર, તમે મિનરલ વોટર લેશો કે સાદુ પાણી?

પપ્પુ : મિનરલ લઇ આવ...

વેઈટર : શ્યોર સર, ફ્લેવર્ડ કે નોનફ્લેવર્ડ ?

પપ્પુ ઊભો થતાં બોલ્યો : ભાઈ હું તરસ્યો મરી જઈશ પણ તારી હોટેલમાં પગ નહીં મૂકુ... મને જવા દે... 🙏
😂😂😂😂😂😂

Gujarati Funny by M. Soni : 111797185
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now