Gujarati Quote in Funny by M. Soni

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુશ્ચક્ર (Vicious circle) કોને કહેવાય?

એક દિવસ એક બોસ એ એની સેક્રેટરીને ફોન કરીને કહ્યું : આવતા શનિ-રવિ આપણે બિઝનેસ ટ્રીપ પર જવાનું છે એટલે એ પ્રમાણે તૈયાર રહેજે.

સેક્રેટરીએ પોતાના પતિને ફોન કરીને કહ્યું કે આવતા શનિ-રવિ હું મારા બોસ સાથે બિઝનેસ ટ્રીપ પર જવાની છું તો બે દિવસ સાચવી લેજો, તમારે બધુ તમારી મેળે કરવું પડશે.

પતિએ તેની સ્ત્રી મિત્રને ફોન કરી કહ્યું : આવતા શનિ-રવિ મારી પત્ની બહારગામ જવાની છે, તુ મારા ઘરે આવજે આપણે મજા કરીશું.

સ્ત્રી મિત્ર જે છોકરાનું ટ્યુશન લેતી હતી એ છોકરાને ફોન કરીને કહ્યું કે આવતા શનિ-રવિ ટ્યુશનમાં રજા... તારે ફરવા જવું હોય ત્યાં જઈ આવ.

છોકરાએ પોતાના દાદાને ફોન કરીને કહ્યું દાદા મારે આવતા શનિ-રવિ ટ્યુશન નથી એટલે આ વખતે તો મને અમ્યુઝમેંટ પાર્ક લઇ જ જવો પડશે..
છોકરાએ જીદ પકડી
એટલે દાદા કે જે અહીં બોસ છે તેણે સેક્રેટરીને પાછો ફોન કર્યો અને કહ્યું : આવતા શનિ-રવિ મારે મારા પૌત્ર સાથે સમય ગાળવો છે એટલે આપણી બિઝનેસ ટ્રીપ કેન્સલ.

સેક્રેટરીએ એના પતિને ફોન કર્યો આવતા હવે શનિ-રવિ હું ઘરે જ છું.

પતિએ એની સ્ત્રી મિત્રને કીધું કે આપણો પ્રોગ્રામ કેન્સલ...

સ્ત્રી મિત્રએ પેલા છોકરાને કીધું કે આવતા શનિ-રવિ ટ્યુશન ચાલુ છે...

છોકરાએ પોતાના દાદાને ફોન કરીને કહ્યું કે સોરી દાદા, આવતા શનિ-રવિ મારે ટ્યુશનમાં રજા નથી એટલે આપણે પછી ક્યારેક જઈશુ...

દાદાએ (બોસ) સેક્રેટરીને ફોન કર્યો આવતા શનિ-રવિ.... 😂😂😂😂😂😂

Gujarati Funny by M. Soni : 111796956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now