તારા વિના...
તને ખબર છે તારા વિનાની આ પળ આટલી
જલ્દી આવશે તે મને ખબર જ ના રહી....
તારા માં ઓળઘોળ મને સમય ચક્ર આટલું
જલ્દી ચાલે છે તે ખ્યાલ જ ના રહ્યો....
તું ચાલ્યો તારા સફળતા ના સોપાનો ને પૂર્ણ
કરવા પણ આ મનડું ક્યાં એ સમજે છે....
મને ખબર છે તારી શ્રેષ્ઠ ઉડાન શ્રેય છે આપણું
પણ આ 'માં' રૂપી જીવ ને કેમ સમજે....
-Shree...Ripal Vyas