લગ્ન પછી પત્ની ને જાણ થઈ કે તેના પતિ માથે વિગ પહેરે છે _ એક સમાચાર
ચાલો આપણે જોઈએ કે લગ્ન પછી પત્ની થી છુપાવેલુ બીજુ શું શું નીકળી શકે, જેની પત્ની ને લગ્ન પછી ખબર પડે છે?!!!!
_ પતિ વારે ઘડીએ ચુંધીઓ કરે કે આમ નઈ આમ કરવાનું, તેમ નઈ કરવાનું ...
_ બે દિવસ સુધી મોજા એના એ પહેરે ...
_ રાત્રે ઉંઘ માં જબરદસ્ત નસકોરા બોલાવતા હોય...
_ ડુંટી માં બહુ કચરું હોય, ને એ કાઢતો જ ના હોય...
_ સવારે બ્રશ 'ઓ ઓ ઓ ઓ 'કરીને કરે અને પાછુ ઉલ્યા થી જીભ પણ સાફ ના કરે...
_ ટીવી જોતી વખતે ખુરશી પર ટાંટિયા ઊભા રાખીને બેસે...
_ માવો ખાતી ફેરે જ્યાં ત્યાં થૂંકે...
_ નખ કાપવા દાંત નો ઉપયોગ કરે, નેઈલકટર નો નઈ...
_ પથારી માં પેટ પ્રસારી એવી રીતે સુએ કે જાણે અજગર જ જોઇ લો...
_ગમે ત્યારે શરીર ખંજવાળીયા કરે...
_ સાયકલ ને પણ ગાડી બોલે...
_ બધા જ ધંધા આવડતા હોય એવો ફાંકો રાખે...
_ છાપુ વાંચતી વખતે ગંજી દુંડ ની ઉપર ચડી જાય ને એનું એને ભાન ના પડે...
_ નોટો ગણતી વખતે (જો આવતી હોય તો) અંગૂઠા ને પહેલી આંગળી પર થુંક લગાડે...
_ શેરમાર્કેટ માં ખોટ ખાતો હોય ને વાતો એક્ષપર્ટ જેવી કરતો હોય...
_ મોબાઈલ માં જોરથી વાતો કરે...
_ નોકરી પરથી ઘરે આવીને રોફો મારે, જ્યારે એ ત્યાં આરામ જ કરતો હોય (એવું એના કલિગે કીધેલું)
_ મતલબી બહેરો હોય...
_ સો વખત ના પાડી હોય તોય ફાટેલી ગંજી અને ફાટેલા મોજા પહેરતો હોય...
_ નાક માં આંગળીઓ નાખીને.............હોય...
બહેનો , આ લિસ્ટ સિવાય નું પણ તમારું અલગ થી લિસ્ટ હોય શકે,
તમારો ગોરધન હવે સુધરવાનો છે જ નઈ
પણ હવે તો શું થાય? સંસાર ચાલુ રાખો, બીજુ શું?
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995