.....શરૂઆત તો કરી.....
'કાલે શું થશે?' એ વિચાર છોડી, આજે નવી શરૂઆત તો કરી!
મિત્રો સાથે મોજ કરીને દુનિયાદારી ની શરૂઆત તો કરી...
'ભાર' વગરની ભાઈબંધી ભોગવી,
જવાબદારી વ્હાલી કરવાની શરૂઆત તો કરી..
જુની યાદો અંતરમાં રાખી નવા સંબંધોનું અત્તર ખરીદવાની શરૂઆત તો કરી..
બધે હવે "ગાંધી છબી" એકઠી કરવાની ચાલે છે હોડ તો શરૂઆત 'હર્ષિકે' પણ કરી.!
"ખબર છે બધુંય અહીંયા જ છે છતાય શોધવાની શરૂઆત તો કરી".!!
:::::*રંગમંચ*::::