તું મને આવી રીતે ભુલી જાય એ મને ગમતું નથી,
કારણ કે તારા વગર હું રહું કે ના રહું મને નથી રહેવાતું...
તું મને આવી રીતે છોડી જાય એ મને ફાવતું નથી,
કારણ કે તારા વગર હું રહું કે ના રહું હવે મને નથી સહેવાતું....
તું મારી સાથે આવી રીતે બોલતી બંધ થઈ જાય એ મારાથી નથી ખમાતું ,
કારણ કે તારી સાથે વાત કર્યા વગર હવે નથી રહેવાતું....
તું મને જાણી જોઈને ઈગ્નોર કરે એ મારાથી જોવાતું નથી,
કારણ કે તારા સાથ વગર આ જીવન નથી જીવાતું....
તું આટલી બદલાઈ જશે એ વાત મારાથી મનાતી નથી,
કારણ કે તારા આપેલા વચનો કેમ તૂટી ગયાં એ નથી સમજાતું.....
તું મને આમ તડપાવે છે છતાં મારાથી કંઈ કહેવાતું નથી,
કારણ કે તારા વગર હું રહું કે ના રહું આપણો પ્રેમ રહેશે...
-Bhargav Jagad