પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે ?
આકાશના ઘડનારનાં ઘરને ઘડ્યા કોણે હશે?.
અને અવકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે ?
કાળી કાળી વાદળીનો ગોવાળ કેવો કાળો હશે.?
વિણ આંચળે દોહનાર એ ગોપાલ બેઠો ક્યાં હશે .?
છેતરે નહીં છેતરાઈ નાં અબજોનો આડતીઓ દીસે
સૌના હિસાબો ચૂકવે એ શેઠીયો કેવો હશે ?
જગ ચોર બુટા ભર્યા.. ક્યારે કિનારી છાપ શે.?
એને ઘેર બીબા કહો કેટલા હશે.?
એ રંગરેજ બેઠો ક્યાં હશે ?.
કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે?..
પવને સુગંધ પ્રસરાવતો એ લાડીલો કેવો લહેરી હશે ?
એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી
બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતિ અટકી ગઈ..
કવિ દુલા ભાયા કાગ ( કાગ બાપુ )
-મહેશ ઠાકર