ફ્રેન્ડ રીકવેસ્ટ શબ્દ સાંભળતાની સાથે જ સોશ્યલ મીડીયા, ફેસબુક, ટવીટર વિગેરે મગજમાં તરત યાદી આવી જાય. ફ્રેન્ડ રીકવેસ્ટ ની આ૫ણે સૌ ૫રીચીત છીએ. પરંતુ ફ્રેન્ડ રીકવેસ્ટ એ આજના સોશ્યલ મીડીયામાં સામાન્ય શબ્દ છે. સોશ્યલ મીડીયા ૫ર કોઇને ફેન્ડ બનાવવા હોય કે તેઓની સાથે દોસ્તી કરવી હોય કે તેઓની સાથે ઓનલાઇન કનેકટ થવા માટે આ૫ણે તેઓને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલીએ છીએ .અને તેઓ ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારે ત્યારે તેઓના મીત્ર બની શકીએ છીએ. ૫રંતુ વહેવારીક જીવનમાં મીત્રો બનવા કોઇ ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલવામાં આવતી નથી. પરંતુ મીત્ર બની જાય છે. જેમ પ્રેમ વીષે કહેવાય છે કે પ્રેમ કરતાં નથી પરંતુ થઇ જાય છે. એક સુંદર શેર છે.
‘’દરીયાના મોજા કાંઇ રેતીને પુંછે નહીં
કે તને ભીજાવું ગમશે કે કેમ ?
એમ પુંછીને થાય નહીં પ્રેમ.’’
કોઇ સાથે પ્રેમ થાય તો તે પુછીને થતો નથી તેમ દોસ્તી ૫ણ પુછીને થતી નથી. પરંતુ સોશ્યલ મીડીયાની મિત્રતા એ આજના સમયની જરૂરીયાત હોય અેવું થતું જાય છે.