નામ તારું કાગળ પર લખુંને મનમાં કઈ કઈ થાય,
વાંચતાં તું શું કે'શે સજન, એમાં મનડું મુંજાય.
આમ તો શું શું ગમે છે તને, એ તો હું જાણું છું,
તારી ખુશીઓમાં જ મારી ખુશીઓ હું માણું છું,
પત્ર સામો લખે તો તું મને વધુ ને વધુ સમજાય,
વાંચતાં તું શું કે'શે સજન એમાં મનડું મુંજાય.
મારી ઈચ્છા છે કે પહેલા તારી ઈચ્છા જાણી લઉં,
તારી ઈચ્છા જાણ્યાં પછી તારામાં મને ઢાળી દઉં,
મુજને ખબર નથી કે આ બધું લખાય કે નાં લખાય,
વાંચતાં તું શું કે'શે સજન એમાં મનડું મુંજાય.
… પ્રશાંત સોમાણી