પપ્પા સ્મશાનધાટ પર તમારી બળતી ચિંતાની સાથે મારા સપનાઓ પણ બળીને ખાખ થઈ ગયાં હતાં એની તમને ખબર છે પપ્પા???
પપ્પા તમારા ગુસ્સામાં છુપાયેલા નિસ્વાર્થ પ્રેમ જેવો આ મતલબી દુનિયામાં કોઈ નથી કરતું પ્રેમ અમને એની તો તમને ખબર જ છે પપ્પા???
પપ્પા તમારી સાથે વિતાવેલી બધી જ યાદો ને હું કેટલું યાદ કરું છું દરરોજ એની તો તમને ખબર જ છે પપ્પા???
પપ્પા તમારા બોલેલા એકેએક શબ્દો યાદ આવતાં આંખોમાં આંસુ આજે પણ આવી જાય છે એની તો તમને બધી ખબર જ છે પપ્પા???
પપ્પા જયારે બધાં આવીને ગમે એવું કહી જાય ત્યારે જવાબ આપવા કોઈ નહીં હોય અમારી સાથે ત્યારે કેટલું એકલું લાગે છે એની તો તમને ખબર જ છે પપ્પા???
પપ્પા કયારેક જવાબદારી નિભાવવા કે મુશ્કેલીનો સામનો કરતાં હારી જવાય ત્યારે સહારો આપવા કોઈ નહીં એની પણ તમને ખબર જ છે પપ્પા???
પપ્પા બધાં સામે ખુશ રહેવાનો ખોટો દેખાડો કરું ને એકાંતમાં હું રડી લઉ છું એની પણ તમને ખબર જ છે પપ્પા??
આઈ મિસ યું તો જયારે યાદ કરતાં હોય ત્યારે બોલાય છે પણ પપ્પા તમારી યાદ તો હંમેશાને હરઘડી આવે છે એની પણ તમને ખબર જ છે પપ્પા???
-Bhargav Jagad