12મી સદીમાં ગુજરાતની ધરતી પર રાજ કરનાર ભારતનાં પ્રથમ વીરાંગના મહારાણી નાયિકા દેવીનાં જીવન પર આધારિત એક ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ઐતિહાસિક વિષય અને ‘નાયિકા દેવી – ધ વોરિયર ક્વીન’ શીર્ષકવાળી આ ફિલ્મમાં ખુશી શાહ ટાઈટલ ભૂમિકા ભજવવાની છે. ચાલુક્ય વંશનાં રાણી નાયિકા દેવીએ પાટણની ભૂમિ પર વર્ષો સુધી રાજ કર્યું હતું. તેમણે સાલ 1178માં થયેલા યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને પરાજિત કર્યો હતો.
ફિલ્મ"નાયિકા દેવી" ના ડાયલોગ અને સ્ક્રીન પ્લે , સાહિત્ય અકાદમીના યુવા પુરસ્કાર વિજેતા રામ મોરીએ લખ્યા છે. જેમનું ૨૧ મુ ટિફિન હમણાં જ આવી ગયું...