હ્રદયના દ્વાર હવે ખોલી દો,
હોઠે બે શબ્દ તમે બોલી દો.
બેરંગી આ દુનિયાના ત્રાજવે,
સાચી લાગણીઓ તોલી દો.
દિલદરિયામાં ઊઠતી લહેરો,
મનતરંગો સંગ તમે ડોલી દો.
સુખ ઢગલો પડ્યું છે આગળ,
સમેટી લઉં ક્ષણમાં; મોલી દો.
બંધ દરવાજો ખોલાવું 'ઊર્મિ'
આ વાજાં સાથ એક ઢોલી દો.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'