કવન લખો કે લખો જીવન નું કરારનામુ...લખાણ હંમેશા નવલકથા માફક લાંબા જ રેવાના.....!
તમે આવો ન આવો બસ ,મરજી તમારી..
રાહ અમારી શબરી માફક અતૂટ રેવાની....!
મળે કિનારો કે ડૂબતા રહીએ મજધારે...મોજા માફક મોજ અમારી કાયમ રેવાની...!
બે ચાર પ્રસંગો સાથે મલ્યા સુખ દુઃખના
પ્રસંગોની વચ્ચે આવકજાવક અમારી કાયમ રેવાની...!!
મહેરબાની કહો ,મહોબતની કે રહેમત કહો, ખુદાની..??
મિલન અને વિરહ વચ્ચે હાજરી અમારી કાયમ રેવાની....!!
વ્યથારૂપી દુનિયા માં નાહક શીદ રડવું?
શિખર હો કે તળેટી વચ્ચે સફર અમારી કાયમ રેવાની...!kavya