Gujarati Quote in Poem by Priyanka Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી યાદ, તારી યાદ, તારી યાદ,
દે છે શમણાઓમાં પણ સાદ....

ઊગવાનું ભૂલે આભે ચાંદ જો,
ડૂબવાનું ભૂલે સાંજે સૂરજ જો,
ભૂલું ન તોયે તને વાલમજી.....

ઓગળે છે દિનરાત બની તારી યાદ,
ગૂંજે છે પડઘા બની તારી વાત,
શ્વાસોમાં સમાયો તું સાજણજી....

કેમ કરી ભૂલું હું વિતેલી એ પળોને,
સંઘરી છે મેં સ્નેહની સર્વ ક્ષણોને,
પ્રેમનો પર્યાય તું પ્રિતમજી....

આંખોમાં ચમકતો હરપળ તારો ચહેરો,
છલકતો મુજમાં તારા વ્હાલનો દરિયો,
ગૂંજતી યાદોની સરગમ હર્દયે અવિરત....

તારી યાદ, તારી યાદ, તારી યાદ.....
દે છે શમણાંઓમાં પણ સાદ....

--- સરગમ

Gujarati Poem by Priyanka Chauhan : 111793863
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now