વિશ્વ કવિતા દિવસની હાર્દિક સો સો સલામ.
=========================
ખુદ શહેનશાહ છો તો સિંહ બની નીકળી પડ,
દિલની હતાસી છોડી ખુશાલીની તલાસ માં નીકળી પડ.
કોઈ તને બિરદાવે કે તારી આલોચના કરે,
તારું વજૂદ સાબિત કરવા નીકળી પડ.
તું જ સાગર તું જ ગાગર નિર્મળ નીર છો,
ઘૂઘવતા મોજા સામે જંગે ચઢવા નીકળી પડ.
ચંદ્રનું તેજ રવિનો પ્રકાશ ઓજસ્વી અવતાર છે,
ગદાધારી હવે તો ધ્રુવ તારાની ખોજમાં નીકળી પડ
ફરજ મુક્ત બની કુદરતના શરણે મને મૂકી ગયા,
ઉદાસી આત્માની ખ્વાહિશ જાણવા નીકળી પડ.
મોત સામે જજુમતા કોરોના આંગણે આવી ગયો,
અઝીઝ ની અજીબ દુનિયા બચાવા નીકળી પડ.
#અઝીઝ
21/03/2022