Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*૨૧ માર્ચ ૨૦૨૨ વિશ્વ કવિતા દિવસ અને વિશ્વ વન દિવસ*

*પ્રકૃતિ કવિતામાં વહે*

ક્લબલ ક્લબલ કરે કાબર લોક સહે
હું તો કહું કાબર મધુર સ્વરે કવિતા કહે

વાયરે વૃક્ષ લહેરાય પર્ણ ટપો ટપ ખરે
હું તો કહું વૃક્ષના મૂળે જઇ પોષણ કરે

ઉગતો આથમતો સૂરજ નભમાં રંગ ભરે
હું તો કહું નભ સ્વર્ગની છબી અંકિત કરે

ખળ ખળ વહેતા નીર સાગરમાં જઇ ભળે
હું તો કહું પ્રકૃતિ પૂર્ણ પુરુષોત્તમને જઇ મળે

એક કતારમાં શિસ્તબદ્ધ પંખી કેવા ઉડે
હું તો નિત્ય કહું મારૂ જીવન કવિતામાં ઢળે


#યોગેશ_વ્યાસ
૨૧.૦૩.૨૨

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111793515
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now