Gujarati Quote in Blog by નીલકંઠ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું એવી જગ્યાઓ જાણું છું કે...

જયાંથી પૃથ્વી એક રજકણ સમી અને સૂર્યના પ્રકાશમાં ઝળહળતી દેખાય છે!

જ્યાં એક ગ્રહ(શનિ)ની આસપાસ ૮૨ ચંદ્રો ભ્રમણકક્ષા(Orbit)માં છે!

જ્યાં "ટ્વિન્સ" તારાઓ એકબીજાની ભ્રમણકક્ષામાં છે. આ ટ્વિન્સ તારાઓની આસપાસ સૂર્યથી આઠ ગણો મોટો એક તારો ભ્રમણકક્ષામાં છે. આ ત્રણેય તારાઓની આસપાસ જ્યુપિટરના કદનો એક ગ્રહ ત્રણેય તારાઓની ભ્રમણકક્ષામાં છે!

જયાં એક ગ્રહની સપાટી પર ઉભા રહીને આકાશમાં નજર નાખીએ તો ચાર સૂર્ય જોવા મળે છે!

જયાં પિતૃ તારાથી ખૂબજ નજીક હોવાને કારણે એક ગ્રહ પોતાનું વાતાવરણ ગુમાવી બેઠો છે, તે ગ્રહ સતત ગરમ થઈને તૂટી રહ્યો અને તેના મોલેકયૂલ્સ સતત અવકાશમાં ફેલાઈ રહ્યા છે!

જ્યાં બે આકાશગંગા(ગેલેક્સી) એકબીજાની એટલી નજીક છે કે તેઓની વચ્ચે "તારા"ઓનો એક પુલ છે અને આ આકાશગંગાઓ "તારા"ઓની આપ-લે કરી રહી છે!

જ્યાં બે આકાશગંગાઓનું જોડાણ થઈ એક નવી આકાશગંગા આકાર પામી રહી છે!

જ્યાં અબજોની સંખ્યામાં નવા તારાઓ જન્મ લઈ રહ્યા છે તો એટલા જ તારાઓ મૃત્યુ પણ પામી રહ્યા છે!

જ્યાં ધૂળ અને ગેસના વાદળો(નેબ્યુલા) વિવિધ રંગો ધ્વારા કોસ્મિક રંગોળી બનાવી રહ્યા છે!

જ્યાં દર સેકંડે એક નવા બ્લેક હોલનો જન્મ થઈ રહ્યો છે! આ બ્લેક હોલ્સ વિશાળકાય તારાઓ અને ગ્રહોને પોતાનામાં સમાવી રહ્યાં છે!

જ્યાં ન્યુટ્રોન તારો એક સેકન્ડમાં ૭૧૬ વખત પોતાની ધરી ઉપર ફરી રહ્યો છે!

જ્યાં બે મોટા કદના તારાઓ અને બે બ્લેક હોલ્સ વચ્ચે દર સેકન્ડે એક બ્રીજ (વોર્મહોલ્સ) બને છે અને તૂટે છે!

જ્યાં લાખોની સંખ્યામાં ગ્રહો(રોગ પ્લેનેટ) તારાઓના બંધનમાં નહીં પરંતુ સ્વતંત્ર રીતે ફરી રહ્યા છે!

જ્યાં કેટલાંય ગ્રહો ઉપર "વિવિધ સંસ્કૃતિઓ" વિકસીને નાશ પામી છે!

જ્યાં પૃથ્વી જેવાં અસંખ્ય ગ્રહો પૃથ્વી જેવું જ વાતાવરણ ધરાવે છે અને પૃથ્વી કરતાં પણ વધુ "વસવાટયોગ્ય" છે!

જ્યાં એસ્ટેરોઈડ્સમાં સોનાનો વિશાળ જથ્થો આવેલો છે!

જ્યાં સમયનું કોઈ અસ્તિત્વ નથી!
તો કયાંક સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે, અને ક્યાંક સમય ધીમે પસાર થઈ રહ્યો છે!

જ્યાં લાખો તારાઓ એક સમૂહમાં આવેલાં છે અને એકબીજા સાથે "સ્ટ્રોંગ ગ્રેવિટિ" ધ્વારા જોડાયેલાં છે!

જ્યાં હજારોની સંખ્યામાં ગેલેક્સીસ ગ્રેવિટિ અને "ડાર્ક મેટર" ધ્વારા એકબીજા સાથે જોડાયેલી છે!

જયાં સર્જન અને વિનાશ એક સાથે ચાલે છે અને આખા બ્રહ્માંડને સ્થિર રાખે છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111793501
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now