પ્રેમ, રમત અને જીવન!
આ ત્રણેયમાં એક સામ્યતા છે.
ક્યારે કયું પાસું પલટી જાય કોઈ ના જાણે!
ક્યારેક રમતા રમતા પ્રેમ થઈ જાય, તો ક્યારેક પ્રેમ જ રમત રમી જાય!
ક્યારેક જીવનમાં કોઈ રમત થઈ જાય, તો ક્યારેક રમત જ જીવન થઈ જાય!
કોઈકના મતે પ્રેમ એ જ જીવન છે, તો કોઈકના મત અનુસાર જીવન જ પ્રેમ છે!
પ્રેમ, રમત અને જીવનને કોઈ પણ પોતાની જિંદગીથી અળગુ ન કરી શકે!