ફાગણમાં વહેલી સવારમાં ચાલવાની મજા છે.
દરરોજ સવારે સ્વાસ્થ્ય માટે ચાલવાની મજા છે.
મમ્મીની સૌથી વહેલી સવાર પડે નિયમિત અહીં,
અસ્તવ્યસ્ત સ્કૂલબેગને ત્યાર કરવાની મજા છે.
મમ્મીના લાડલા કે લાડલીને તૈયાર કરી પછી તેને,
મેકઅપ ભૂલી ને જલ્દી સ્કૂલે છોડવાની મજા છે.
ફરી પપ્પાની પણ સ્કુલબેગ ટિફિન સાથ પેક કરી,
હસતા હસતા વહેલા આવજો કહેવાની મજા છે.
અનિલ ભટ્ટ