Gujarati Quote in Quotes by M. Soni

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખટપટ!

ખટપટ મૂળ તો એક કાઠિયાવાડી શબ્દ છે ખટપટનો એકદમ સમાનાર્થી/પર્યાયી શબ્દ તો યાદ નથી આવતો પણ એ કદાચ પારકી પંચાત, કાનભંભેરણી, કપટ, કૂથલી, ચઢામણી અને ઉશ્કેરણી જેવા શબ્દોનો સરવાળો.
જૂના રજવાડાં પણ આ ખટપટને કારણે પાયમાલ થઈ ગયા, અને હજુ ઘણાં ઘર બરબાદ થઇ રહ્યા છે. ખટપટ થી ટાંટિયાખેંચ ચાલુ થાય છે અને પછી મારામારી.
જોવને આજે અમેરીકાની ખટપટનાં લીધે યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું અને હવે આખી દુનિયા ઉપર ઉપાધિ આવી છે. ખટપટ અમેરીકાની અને ભોગવવાનુ આપણે બધાએ છે.
આ ખટપટને જો આપણે જાકારો આપી દઈએ તો સમાજમાં ૯૦% શાંતિ સ્થાપિત થઈ જાય.

Gujarati Quotes by M. Soni : 111791497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now