Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજારો પ્રશ્ન હો કિન્તુ તમારે ચૂપ રહેવાનું,
તમારા ચુપમાં એનું સરળ છે સુખ મળવાનું.

હજારો યાતાનાઓ છે તો એને વેઠતાં શીખો,
તમારા ભાગ્યમાં કોણે લખ્યું છે ઠીક રહેવાનું?

તમે બળતા બપોરે પણ જીવો છો ઉગાડે પગ,
તમારું ભાગ્ય નિરમે છે,કે એને એમ ફળવાનું.

ઘણી અઘરી પડે છે જિંદગી, અઘરા પડે શ્વાસો,
પ્રતાપે એમના તો જીવવું અઘરું જ પડવાનું.

તમારા સાવ ઠાલા હોય છે વચનો અને રહેમત,
તમારા માર્ગમાં એથી રૂડું શું હોય જડવાનું?

ચલો છોડો કિતાબો કો પઢો ફિરસે,
છે એમાં લાગણી મમતા અને છે ખાસ ભણવાનું.

તમે ધારી જ લીધું છે અમારા મોત નું તાંડવઃ,
અમારે એમ જીવવાનું,અમારે એમ મરવાનું?

#અતીત

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111791348
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now