જીવન માં ઘણા રંગમંચ જોયા,
રંગે રંગે બદલાતા જીવન જોયા,
દરેક ને પોતાનો અંગત સ્વાર્થ ,પણ
કોઈ પર મરી મીટનાર કદી ક્યાંય ના જોયા...
પ્રેમ ,લાગણી ની વાતો અપાર
સમયે સમયે બદલતા ન લાગે વાર
કોઈ કેમ ના સમજે અંતર કેરો સ્નેહ,
જીવન ને જીવી જનાર એમ કદી ય ના જોયા....