દરિયાના મોજાં તો સૌને સંભળાય, પણ, અંતરના મોજા હું કોને સંભળાવું,?
ઝાકળની ભીનાશ ભીંજવે છે અવની ને પણ, રુદીયાની ભીનાશથી કોને હું ભીંજવું,?
વર્ષાના છાંટણાથી લથપથ છે ધરા, પણ અંતરના છાંટણા જઈ કોને હું છાંટુ?
હોળીના રંગો થી રંગે અહીં સહુ , પણ લાગણીના રંગો થી કોને હું રંગુ?,
વહાલ વરસાવે છે સહુ સગા વહાલા ,પણ, અંતરનું ઊંડું વહાલ હું કોની પર વરસાવું?,
ઝરણાના ધોધ તો સૌને દેખાય છે, પણ, મારા અંતરના ધોધ જઈ કોને બતાવુ?
-Rekha Detroja