કાંકરિયા બધા જ ગયા હશો. પણ ઘણું બદલાયું છે. કોઈને કામ આવે તો લેટેસ્ટ માહિતી.
વર્ષો બાદ કાંકરિયા અને ઝુની મુલાકાત. ઘણા વખતે ગયો. કેટલુંક ધ્યાનમાં રાખવા જેવું કે
1.કાર પાર્કિંગ ગેટ 3 અને 4 નજીક છે. મજુરગામ તરફથી જતાં એક મેદાનમાં અને સામે મલ્ટી લેવલ. 2019 માં ગયો ત્યારે પાર્કિંગ કોઈને ખબર નહોતી.
2. બીજું કે અટલ એક્સપ્રેસ મેન્ટેનન્સ ને કારણે બંધ છે. લોકોને નૌકા વિહાર માટે સામાન્ય નૌકા ગેટ 1 નજીક અટલ એક્સપ્રેસ સ્ટેશન પાસે છે તે ખબર ન હોઈ સ્પીડબીટના 130 કે બીજી બોટના 250 વ્યક્તિદીઠ ખર્ચે છે.
3. પ્રાણીબાગ માટે અંદરથી જ જવું પડે. ગેટ 3 કાંકરિયા લેક brts નજીકનાગેટ થી 750 અને ગેટ 1 થી 500 મીટર દૂર છે. એ રૂટ પર વૃદ્ધો અને બાળકોને લઈ જવા કાર છે એમ સિક્યોરિટીએ કહ્યું પણ એ ડિસ્ટન્સ 4 વર્ષના બાળક સાથે 20 મિનિટ ચાલ્યો પણ એક પણ કાર જોઈ નહીં. ઝુ મા અંદર કાર છે પણ એતો ફટાફટ ફેરવે એટલે નકામી. બહાર દોઢ કિમીનો રાઉન્ડ તડકો કે જે હોય એમાં ચાલવું પડશે.
4.ઝુ થી થોડે આગળ નૌકાવીહાર છે જ્યાં ફક્ત સ્પીડબોટ 130 રૂ. વ્યક્તિ દીઠ કે ઝૂમ 250વ્યક્તિદીઠ છે. ઘણા બિચારા જોઈને બેસી રહેતા હતા. બધા માટે નવરી ઊભેલી બોટ અટલ સ્ટેશન પાસે છે એની કોઈ જાહેરાત નહીં.
5. ઝુ માં જે એરો થી રસ્તો બતાવ્યો છે એમ જ જવું.
પહેલાં વાઘ સિંહ રીંછ વ. ના મોટ જોઈ પછી સર્પઘર પછી મગર, શાહુડી વ. પછી પક્ષીઘર અને વાંદરાના ગંધાતાં પાંજરાં જોવાં. કોઈ સ્ટાફને પૂછવાથી કોઈ બતાવી શકશે નહીં..
6. એ અટલ સ્ટેશન પાસે તૃપ્તિ ફૂડ કોર્ટ બીજા કરતાં ભાવમાં ઓછી હતી. જુના ભેળ વાળાઓ નજીક બધું જ મળે છે. થોડા વધુ ભાવે . મેં જો કે મશીન મેડ ચા 15 અને કોફી 20 માં પીધી. બ્રેડ પકોડા વ. નાસ્તો ત્યાં સારો હતો.
7. એ સ્પીડબોટ વ. સાધનો ચલાવનારા મુસ્લિમો જ હતા. મુલાકાતીઓ ના 70% પણ એ લોકો જ હતા. કોઈ મને નડયું નથી આ તો સહેજ નિરીક્ષણ.
હું પાર્કિંગ નો ખ્યાલ ન હતો એટલે brts માં જ ગયેલો.
નોકરીમાં અઢી વર્ષ મણિનગર અને અપડાઉન ગણો તો બીજાં આઠેક વર્ષ ત્યાંથી રોજ પસાર થતો પણ પાર્કિંગ વ. નો ખ્યાલ ન હતો. પાછળ અને રાઈડ્સ અને શારદા હોસ્પિ થી આવતા રસ્તે રહેવાસીઓએ પાર્ક કરાવી 2019માં 50 રૂ. ખંખેરેલ. પાર્કિંગ રાયપુર કે મણિનગર તરફથી આવો તો ખબર નહીં પડે. મજુરગામ તરફથી આવો તો જ મળશે. એ ફ્રી છે.
કાંકરિયા ખૂબ સરસ જગ્યા બનાવી છે પણ ફરી અમુક ખાસ તત્વોએ બધો ઇજારો લઇ લીધો છે. ખબર ન હોય તો ખંખેરાઈ જાઓ.
એન્ટ્રી ફી 15 અને 5 બાળકની છે. અંદર ચાલવાનું ઘણું છે.