તારા દિલની શાયરીમાં નામ છે મારું,
મારા દિલની ડાયરીમાં નામ છે તારું...
ડાયરી તો આપણા સુખ દુઃખની સાચી સાથી,
મારા દિલની ડાયરીમાં તું છે મારી સંગાથી...
ડાયરી તો વિતેલા સારા નરસા સમયની યાદ સૌને અપાવે,
મારા દિલની ડાયરીમાં તો તારી સંગ વિતાવેલી ક્ષણ યાદ અપાવે..
ડાયરીમાં તો આપણે જેટલું લખીએ એટલો જ થાય સંગ્રહ,
મારા દિલની ડાયરીમાં તો તારી બધી યાદોનો થાય સંગ્રહ....
ડાયરીમાં તો જીવનના અમુક રાઝને છુપાવી શકાય,
મારા દિલની ડાયરીમાં તો તારા બધાં રાઝ સાચવી શકાય....
ડાયરી તો ઘણાં બધાંના જીવનનો અમૂલ્ય હિસ્સો બની ગયો છે,
મારા દિલની ડાયરીનો ને જીવનનો તું જ ધબકતો હિસ્સો છે.....
-Bhargav Jagad