મહિલા દિવસ તો રોજ હોય છે.
સ્ત્રી વગરની સૃષ્ટિની કલ્પના થઇ શકે?
અરે! સ્ત્રી વગર ચાર દીવાલોને તમે ઘર પણ ના બનાવી શકો તો દુનિયા ક્યાંથી ચલાવવાના? આજકાલ આ મહિલા દિવસ અને માતૃદિન ઉજવીને એક દિવસ પૂરતી મહિલાઓને સન્માન આપવાની ફેશન નીકળી પડી છે મહિલાને સન્માન ના આપે એને સમાજ ન કહેવાય એ તો ટોળું કહેવાય.
ખરેખર સ્ત્રી તો સૃષ્ટિની શરૂઆતથી જ શક્તિનુ પ્રતીક રહી છે.
પુરુષ થકી સ્ત્રી મજબુત નથી પણ સ્ત્રી વગર પુરૂષ નબળો છે. માં, પત્ની, બહેન, દિકરી બધા સ્વરૂપે સ્ત્રીએ પોતે પાછળ રહી પુરૂષને આગળ વધવા દીધો છે.
નારી વગર તો નારાયણ પણ અધૂરો છે.
મહિલાઓને માટે એક જ વાક્યમાં લખવનુ હોય તો હું લખું કે :
જે જીવન આપી શકે છે તે કંઇ પણ કરી શકે છે!